ભગવાનની માળા ઝપવાના ઉંમરે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો
અમદાવાદ Ahmedabadશહેરના રામોલ વિસ્તારમાં (Ramol area)એક શર્મશાર બનાવ બન્યો છે જેમાં 52 વર્ષીય આધેડે 17 વર્ષીય સગીરાને પિંખી નાખી છે, તેના જ મિત્રની વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ વૃદ્ધે તેની જ પાડોશમાં રહેતા પોતાના મિત્રની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે (Police)આધેડ વૃદ્ધ ચંદુજી ડોડીયાની સત્તાવાર ધરપકડ કરી લીધી છેમાનસિક અસ્થિર પોતાના ભાઈની સેવા
અમદાવાદ Ahmedabadશહેરના રામોલ વિસ્તારમાં (Ramol area)એક શર્મશાર બનાવ બન્યો છે જેમાં 52 વર્ષીય આધેડે 17 વર્ષીય સગીરાને પિંખી નાખી છે, તેના જ મિત્રની વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા આધેડ વૃદ્ધે તેની જ પાડોશમાં રહેતા પોતાના મિત્રની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે (Police)આધેડ વૃદ્ધ ચંદુજી ડોડીયાની સત્તાવાર ધરપકડ કરી લીધી છે
માનસિક અસ્થિર પોતાના ભાઈની સેવા રાત દિવસ કરતી એક સગીરા કે જેનો પરિવાર માં રહેલા માતા પિતા ખેતરમાં મજૂરી કામ કરતા હતા અને આ પરિવારને જ પાડોશમાં રહેતો એક વૃદ્ધ કે જેણે આ સગીરા ઉપર નજર બગાડીને તેની સાથે એક નહીં પરંતુ બેથી ત્રણ વખત દુષ્કર્મ ગુજારીયો છે સમગ્ર બનાવની હકીકત એ મુજબ છે કે એક દિવસ સગીરાને પેટમાં દુખાવાની સાથે જ વોમીટીંગ થતાં સગીરાની માતાએ પૂછપરછ કરતા સગીર દીકરીએ પોતાની માતા સમક્ષ હકીકત વર્ણવી હતી કે પોતાની જ પાડોશમાં રહેતા ચંદુજી ડોડીયાએ તેની સાથે ઘણી વખત ખરાબ કૃત્ય આચર્યું છે. અને સગીરાએ પોતાની માતા સમક્ષ પોતાની આપવીતી જણાવતા એ પણ કહ્યું કે પાડોશી ચંદુજી ડોડીયા એ તેને એવી ધમકી પણ આપી હતી કે જો આ વિષય પર કોઈની સાથે વાતચીત કરશે તો તેના માતા પિતા અને માનસિક અસ્થિર ભાઈને મારી નાખશે જેથી ગભરાયેલી સગીરાય તેની પર થતા આ અત્યાચાર સહન કર્યા હતા.
આરોપી ચંદુજી ડોડીયાએ પોતાના મિત્રની દીકરીને મજૂરી કામ કરવા માટે લઈ જવાની લાલચ આપીને ખેતરમાં લઈ જઈને સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો અને આ પ્રકારની આ અઘટીત ઘટના ચંદુજી ડોડીયાએ સગીરા સાથે ઘણી વખત કરી હોવાની કેફિયત પોતાની માતા સમક્ષ જણાવી હતી આ સમગ્ર બાબતને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી અને રામોલ પોલીસે આરોપી ચંદુજી ડોડીયાની ધરપકડ પણ કરી લીધી છે.
આપણ વાંચો- મેક્સિકોની સરહદ પર 30 ફૂટ ઉંચી ‘Trump Wall’ કૂદી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે કલોલના યુવકનું મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement